Coronavirus live updates: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1397 થઈ, 35 લોકોના મોત
કોરોના વાયરસ ભારત સહિત સમગ્ર દુનિયામાં તાંડવ મચાવી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. મંગળવારે મોડી રાતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1397 થઈ ગઈ છે. જ્યારે 35 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ ભારત સહિત સમગ્ર દુનિયામાં તાંડવ મચાવી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. મંગળવારે મોડી રાતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1397 થઈ ગઈ છે. જ્યારે 35 લોકોના મોત થયા છે. 123 લોકો સંપૂર્ણ રીતે સાજા થયા છે. મંગળવારે આસામમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો. સિલચરના 52 વર્ષના વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે. મહારાષ્ટ્રમાં સારવાર હેઠળ 230 કોરોના દર્દીઓમાંથી પાંચની હાલાત ગંભીર છે.
તેલંગણામાં મંગળવારે કોવિડ 19ના 15 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 77 થઈ છે. જેઓ સારવાર હેઠળ છે. આ 15 લોકો એ નવા દર્દી છે જે દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના જલસામાં સામેલ થયા હતાં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube